Gujarat

બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવતા કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

આજથી સમગ્ર રાજ્યમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. ત્યારે રાજ્યના
કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે વિદ્યાર્થીઓને શુભકામના સંદેશ પાઠવતા જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓએ ચિંતામુક્ત બનીને
શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષાઓ આપવી. વાલીઓએ પણ કોઈ જાતના દબાણ વગર તેમના બાળકોને પરીક્ષા આપવા મોકલવા
જોઈએ. કોઈ પણ વિદ્યાર્થીને જરૂર જણાય તો દરેક જિલ્લાઓમાં હેલ્પલાઈન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે તેમાં ફોન કરીને
તેને મુંજવતા પ્રશ્નોનું નિરાકરણ કરવું. આજનો વિદ્યાર્થીએ આપણા દેશનું આવતીકાલનું ભવિષ્ય છે. માટે દરેક દીકરા-
દિકરીઓએ મન હળવું રાખીને કોઈ પણ જાતના બોજ વગર પરીક્ષા ખંડમાં પ્રવેશવું.દરેક વિદ્યાર્થીઓ પરિણામની ચિંતા કર્યા વગર
પરીક્ષા આપે અને ખૂબ આગળ વધે તેવી મંત્રીશ્રી દ્વારા શુભકામનાઓ પાઠવવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *