બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિથી જીવનમાં વાસ્તવિક ભક્તિનો પ્રારંભ થાય છે અને તેની સ્થિરતાથી આપણું જીવન ભક્તિમય તથા આનંદિત બની જાય છે.બ્રહ્મજ્ઞાનનો અર્થ દરેક ક્ષણમાં આના અજવાળામાં રહેવું છે અને આ અવસ્થા આપણા જીવનમાં ત્યારે જ આવે છે જયારે આની સ્થિરતા નિરંતર બની રહે ત્યારે જ વાસ્તવિકરૂપમાં મુક્તિ સંભવ છે.આથી વિપરીત જો આપણે માયાના પ્રભાવમાં જ રહીએ તો નિશ્ચિત જ આનંદની અવસ્થા અને મુક્તિ પ્રાપ્ત કરવી સંભવ નથી.જીવનની સાર્થકતા તો તેમાં જ છે કે આપણે માયાના પ્રભાવથી પોતાને બચાવી આપણા જીવનના ઉદ્દેશ્યને સમજીએ કે આ પરમાત્મા શું છે અને આપણે તેને જાણવા માટે પ્રયાસ કરતા રહીએ.આ સંસારમાં નિરાકાર પરમાત્મા તથા માયા બંનેનો જ પ્રભાવ નિરંતર બની રહ્યો છે તેથી આપણે પોતાને નિરાકાર પરમાત્મા સાથે જોડીને ભક્તિ કરવાની છે.
આપણા જીવનમાં સેવા,સુમિરણ અને સત્સંગને માત્ર એક ક્રિયાના રૂપમાં નહિ,એક ચેકલીસ્ટના રૂપમાં નહિ કે માત્ર પોતાની ઉપસ્થિતિ જાહેર કરવા માટે નહિ પરંતુ નિરાકાર પ્રભુના વાસ્તવિક રૂપમાં જોડાઈને પોતાનું કલ્યાણ કરવાનું છે.
જેવી રીતે એક વિદ્યાલયમાં દરેક વિદ્યાર્થી શિક્ષા ગ્રહણ કરવા આવે છે અને જે વિદ્યાર્થીઓને જ્ઞાન સમજમાં આવતું નથી તેમના સંદેહ નિવારણ માટે ત્યાં અધ્યાપક ઉપસ્થિત હોય છે જે તેમની શંકાઓનું નિવારણ કરી તેમણે સાચું માર્ગદર્શન આપે છે.ત્યાં જ બીજી તરફ અન્ય વિદ્યાર્થી સંકોચ અથવા કોઈપણ અન્ય કારણોસર તે શંકાઓને પોતાના મનમાં બેસાડી લે છે અને પછી તે જ શંકા નકારાત્મક ભાવોમાં પરિવર્તિત થઇ જાય છે,જેના પ્રભાવમાં આવી તે શંકાઓનું તે નિવારણ નથી કરતા અને પરિણામ સ્વરૂપ તે જીવનમાં ક્યારેય પણ સફળ થઇ શકતા નથી.સતગુરૂનો ભાવ માત્ર એ જ છે કે બ્રહ્મજ્ઞાન લેવા માત્રથી જીવનમાં સફળતા સંભવ નથી પરંતુ તેને સમજી, જીવનમાં તેને સ્થિર કરવાથી જ કલ્યાણ સંભવ છે.નહિ તો આપણું જીવન જ્ઞાનના અજવાળામાં પણ અંધકારમય બનીને રહી જાય છે અને આપણો અમુલ્ય જન્મ આપણે ભ્રમોમાં જ વ્યતીત કરી દઈએ છીએ.
મુક્તિ માત્ર તે જ સંતોને પ્રાપ્ત થાય છે જેમણે ખરેખર બ્રહ્મજ્ઞાનની દિવ્યતાને સમજી છે અને તેને પોતાના જીવનમાં અપનાવી છે.જીવનની મહત્તા અને મુલ્યતા ત્યારે જ થાય છે જયારે તે વાસ્તવિક રૂપમાં જીવવામાં આવે ન કે દેખાડો કરવા માટે.વાસ્તવિક ભક્તિ તો એ છે જેમાં આપણે બધા દરેક ક્ષણમાં આ નિરાકાર પરમાત્માની સાથે જોડાયેલા રહીએ.
આપણે દરેક પોતાના ઉત્તમ વ્યવહાર તથા ભક્તિમય જીવનથી આખા સંસારને પ્રભાવિત કરતા સુખદ તથા આનંદમયી જીવન જીવીએ.દરેક સંતોનું જીવન નિરાકાર પ્રભુનો આધાર લઇ શુભ તથા આનંદિતરૂપમાં વ્યતીત થાય.
૫રમાત્માની જાણકારી ક્ષૌત્રિય બ્રહ્મનિષ્ઠ બ્રહ્મવેત્તા મહાત્માની કૃપાથી જ સંભવ છે કે સ્વંયમ્ જે ૫રમાત્માને જાણતા હોય,શરીરધારી સદગુરૂની કૃપા વિના બ્રહ્માનુભૂતિ સંભવ નથી.સંત નિરંકારી મિશન પ્રાચીન ગુરૂઓ,પીરો,પૈગમ્બરો,અવતારી પુરૂષોની શિક્ષાઓને પ્રેરણા સ્ત્રોત માને છે પરંતુ જ્ઞાન પ્રદાતા ફક્ત પ્રવર્તમાન સદગુરૂનો જ સ્વીકાર કરે છે.સદગુરૂ વસ્તુતઃ નિર્ગુણ બ્રહ્મની જ સગુણ સત્તા છે,જે એક શરીરના માધ્યમથી કાર્ય કરે છે.આદિકાળથી સદગુરૂ આ ધરતી ઉ૫ર અવતરીત થાય છે અને બ્રહ્મજ્ઞાનના માધ્યમથી માનવમાત્રનો ઉધ્ધાર કરે છે.
સદગુરૂ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા ૫છી જ્યારે કણ કણમાં એટલે કેઃસાકાર જગતમાં પ્રભુ દર્શન થવા લાગે છે ત્યારે તે વિજ્ઞાન કહેવાય છે અને ત્યારબાદ ભક્ત પ્રાર્થના કરે છે કે હે ! નિરાકાર વિશ્વરૂ૫ પ્રભુ ! કણ કણમાં તારી સૂરત,પાન પાન ઉ૫ર તારૂં નામ અને વિશ્વમાં ચારો તરફ ઉ૫ર નીચે સર્વત્ર તમારી જ આકૃતિઓ જોઇ રહ્યો છું.ચંદનમાં સુગંધ,ગંગામાં નિર્મળતા,સૂરજમાં તેજ અને ચંદ્રમામાં શિતળતા તું જ છે, તું જ ફુલોમાં સૌદર્ય છે,કળીઓમાં કોમળતા છે,બુધ્ધિમાનોની બુધ્ધિ છે તથા વિશ્વની તમામ કલા કૌશલતામાં તું વિરાજમાન છે,તું જ બ્રહ્મરૂ૫ ગુરૂના રૂ૫માં મુજ શિષ્યને જ્ઞાન, ભાષા અને સંતત્વ પ્રદાન કરે છે.
બ્રહ્મજ્ઞાનના માટે ગુરૂકૃપા અને શિષ્યની વૈરાગ્ય ભાવના બંન્ને અનિવાર્ય છે.સત્કાર વિના સંતકૃપા મળતી નથી,સંતકૃપા વિના સદગુરૂની પ્રાપ્તિ થતી નથી, સદગુરૂમાં શ્રધ્ધા અને વિશ્વાસ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી,જ્ઞાન વિના મન સ્થિર થતું નથી અને સદગુરૂના વચનોનું દ્રઢતાથી પાલન કર્યા વિના મનમાં તત્વજ્ઞાન ટકતું નથી.
તન,મન અને ધનમાં પોતા૫ણાનો ત્યાગ નિશ્ર્ચિંતરૂ૫થી અહંકાર ઓછો કરી વિનમ્રતામાં વૃધ્ધિ કરે છે,જેનાથી જિજ્ઞાસુ બ્રહ્મજ્ઞાનનો અધિકારી બને છે.બ્રહ્મજ્ઞાનના ત્રણ સોપાન છેઃબ્રહ્મને જાણવો,તેને જીવનમાં ઉતારવું અને બ્રહ્મમય બની જવું..આ ત્રીજી અવસ્થા જ જીવન મુક્તિની અવસ્થા છે.બ્રહ્મજ્ઞાન થતાં જિજ્ઞાસુઓને અનુભવ થાય છે કેઃહું તો અંદર-બહાર પરમાત્મા થી ઘેરાયેલ છું.સર્વવ્યાપી પરમાત્મા સાથેના મિલન માટે ગુરૂજ્ઞાન સિવાય અન્ય કોઇ માર્ગ જ નથી.પાપી ૫ણ બ્રહ્મજ્ઞાનથી પવિત્ર થઇ જાય છે કારણ કે બ્રહ્મજ્ઞાનથી અધિક પવિત્ર કરનાર ૫તિત પાવન વસ્તુ સંસારમાં બીજું કાંઇ નથી.સદગુરૂના માધ્યમથી ૫રમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ જ ભક્તિની શરૂઆત થાય છે.બ્રહ્મજ્ઞાન ભક્તિનું સાધ્ય નહી પરંતુ સાધન છે.ભગવાનને જાણ્યા ૫છી જ આપણામાં દૈવી ગુણોનો પ્રવેશ થાય છે.બ્રહ્મજ્ઞાન બાદ જો જગત સત્ય લાગે તો સમજો કે..નિર્મલ બ્રહ્મજ્ઞાન થયું નથી.
જે જીવને સદગુરૂ દ્રારા બ્રહ્મજ્ઞાન નથી મળતું તે તો પુનઃ લક્ષચૌરાશી યોનીઓમાં ચક્કર ફર્યા જ કરે છે પરંતુ જે જીવને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તે જીવ આવાગમનના ચક્કરમાંથી મુક્ત થઇ જાય છે. બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ ૫છી ૫ણ વેર-નફરત,નિંદા-ચુગલી ચાલુ રહી તો ભક્તિનો આનંદ નહી મળે.૫રમાત્મા અંગસંગ છે.આવશ્યકતા તેના અસ્તિત્વનો અનુભવ કરવાની છે.નિષ્કામભાવથી ભક્તિ કરો,સ્વાર્થ રહિત સુમિરણ કરો,યશ-અપયશ,માન-અપમાનની અભિલાષા છોડી દેવી.
(નિરંકારી સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજના પ્રવચનના આધારે)
વિનોદભાઇ માછી નિરંકારી


