મકસુદ કારીગર,કઠલાલ
બ્રાઈટ ઇન્ટરનેશન સ્કૂલ કઠલાલ ખાતે ના બાળકો માટે “હેલ્થી ફ્રુડ “હેલ્થી ચાઇલ્ડ ની થીમ ઉપર સલાડ દે ની ઉજવણી કરવામાં આવી.જેમાં બાળકોને સલાડ બનાવીને ખાવાથી થતા ફાયદાઓ વિશે સમજ આપવામાં આવી. ફાસ્ટફૂડ ના જમાના માં ફાસ્ટ સલાડ નો વિચાર બાળકોને સમજાવવામાં આવ્યો. સંસ્થા ના ડાયરેક્ટર નેહાબેન શાહે બાળકો અને ખાસ કરીને છોકરીઓને સંતુલિત આહાર ના ફાયદા સમજાવ્યા. સલાડ ડે માં સ્કૂલના તમામ બાળકો એ ઉત્સાહભેર ભાગ લઈ ને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.


