Gujarat

ભાજપ સ્થાપના દિન નિમિત્તે વડાપ્રધાન મોદીનું લાઈવ પ્રસારણ નિહાળતું ધ્રાંગધ્રા ભાજપ સંગઠન (સામાજિક ન્યાય સૂત્રથી પખવાડિયું જનસેવાનાં કાર્યક્રમોનો સંકલ્પ)

ધ્રાંગધ્રા : હિતેશ રાજપરા.
સમગ્ર દેશમાં ભાજપનાં 44 માં સ્થાપના દિવસની ભાજપ કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે તયારે ધ્રાંગધ્રા ભાજપ સંગઠન સહીત ચૂંટાયેલા જનપ્રતિનિધિયો, મોરચાના હોદ્દેદારો અને વિવિધ સરકારી સંસ્થા સાથે જોડાયેલા ભાજપનાં હોદ્દેદારો દ્વારા પણ પોતાના ઘર ઉપર ભાજપનો ધ્વજ લગાડી વડાપ્રધાન મોદીના લાઈવ પ્રસારણને નિહાળવામાં આવ્યું હતું. જો કે ધ્રાંગધ્રા ભાજપ દ્વારા કાર્યકરોને સતત એક અઠવાડિયું જનસેવાનાં કાર્યો કરીને લોકો વચ્ચે સદકાર્ય કરવાનો સંકલ્પ આપવામાં આવ્યો હતો તયારે આવતી કાલ 7 એપ્રિલથી યુવા મોર્ચો, અનુસૂચિત જાતિ મોર્ચો,કિશાન મોર્ચો, મહિલા મોર્ચો, બક્ષીપંચ મોર્ચો જનસેવાના કાર્યો સાથે સામાજિક ન્યાય સૂત્રને સાર્થક કરવા 14 એપ્રિલ સુધી વિવિધ સેવાકીય કાર્યો કરશે.

IMG-20230406-WA0313.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *