ભારતીય કીસાન સંઘ જુનાગઢ જિલ્લા ની બેઠક માર્કેટીંગ યાર્ડ વિસાવદર ખાતે મળી હતી.જેમા રાષ્ટ્રીય અધિકારી વિઠલભાઈ દુધાત્રા પ્રદેશ સદસ્ય મનસુખ ભાઇ પટોળીયા. જીલ્લા પ્રમુખ ગોવિંદભાઈ ચોચા. જીલ્લા મંત્રી રાજેશ ભાઈ બુહા. ઉપપ્રમુખ મનજી ભાઈ રીબડીયા. કોષાધ્યક્ષ વિનુભાઈ બારૈયા સદસ્ય. માલદે ભાઈ ભાદરકા. સદસ્ય રતિલાલ પાઘડાર. વિસાવદર તાલુકા પ્રમુખ ધનજી ભાઈ છોડવડીયા. મેંદરડા તાલુકા પ્રમુખ અશોક ભાઈ કોરાટ. કેશોદ તાલુકા પ્રમુખ જશુભાઇ મારડીયા. રસીકભાઈ માથુકીયા. ભાવેશ ભાઈ સુવાગીયા. જયસુખભાઇ રંગાણી.દિલસુખભાઈ કોટડીયા.વગેરે કાર્ય કરતા ઉપસ્થિત રહ્યા હતા.જેમા વિઠલભાઈ દુધાત્રા એ આવનાર કાર્ય ક્રમ પ્રદેશ સદસ્ય ના જીલ્લા પ્રવાસ માટે માહિતી આપી અને તાલુકા ના પ્રભારી તરીકે જીલ્લા ના કાર્ય કરતા ને જવાબદારી સોંપી હતી.અને પ્રદેશ સદસ્ય મનસુખ પટોળીયા એ પ્રદેશ માં મળેલી બેઠકની માહિતી આપી સંગઠન ને મજબુત બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડયું હતું. જીલ્લા પ્રમુખ ગોવિંદભાઈ ચોચા દ્વારા આવનારા સમયમાં ગામડે ગામડે ગ્રામ સભા કરી ગ્રામ સમિતિ બનાવવામાં આવે તે માટે દરેક કાર્ય કરતા ને જવાબદારી સોંપી હતી..
ભારતીય કીસાન સંઘ જુનાગઢ જિલ્લા ની બેઠક માર્કેટીંગ યાર્ડ વિસાવદર ખાતે મળી હતી.
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા
