તસ્વીર અહેવાલ : નિસાર શેખ મહુધા
ભારતીય જનતા પાર્ટી દ્વારા મહુધા ખડાયતા વાડી ખાતે મહુધા શહેર તથા મહુધા તાલુકાની સંયુક્ત કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓની અધ્યક્ષતામા ભાજપા મહુધા તાલુકા તથા મહુધા શહેર ની સંયુક્ત કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું તથા ભારતીય જનતા પાર્ટી સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓને સાલ ઓઢાડી અને ફુલહાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ખેડા જિલ્લા મહામંત્રી નટુભાઈ સોઢા , જિલ્લા મંત્રી પ્રવીણભાઈ શર્મા , જિલ્લા કારોબારી ચેરમેન સુનિલભાઈ તળપદા , જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ વિધી બેન પટેલ , જિલ્લા અલ્પસંખ્યક મોરચા પ્રભારી વઝીર ભાઈ કાજી , ઉપપ્રમુખ સિકંદર ખાન પઠાણ , મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ , મહુધા તાલુકા પંચાયત નાં પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર , મહુધા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જેતસિંહ પરમાર , મહામંત્રી રણજીતસિંહ સોઢા , મહામંત્રી નરસિંહ ભોજાણી , મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , ઉપપ્રમુખ રશ્મિ કાન્ત શાહ , મહામંત્રી મધુભાઈ રબારી , મહામંત્રી પંકજ ભાઈ ત્રિવેદી , બક્ષીપંચ મોરચા પ્રમુખ પરેશભાઈ દરજી , યુવા મોરચા પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ , યુવા મોરચા મહામંત્રી વિકાસ કા પટેલ , મહુધા શહેર અલ્પસંખ્યક મોરચા પ્રમુખ મોહસીન ભાઈ મલેક , મહુધા શહેર પ્રભારી મુરતૂજા ભાઈ , સંગઠનના મુખ્ય હોદ્દેદારો , મંડળના કારોબારી સભ્યો , મહુધા નગરપાલિકા નાં સદસ્યો તમામ મોરચાઓના પ્રમુખ તથા મહામંત્રી ઓ , શકિત કેન્દ્રનાં ઇન્ચાર્જ , મહુધા શહેર મંડળના અને જિલ્લાના હોદ્દેદારો તેમજ મંડળના વરિષ્ઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા


