ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા વિવિધ પ્રકારની સામાજિક, ધાર્મિક, સેવાકિય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે
આજરોજ ભારત વિકાસ પરિષદ દ્વારા સ્લમ વિસ્તાર નાં અતિ જરૂરીયાત મંદ લોકો કે જેઓ પાસે પહેરવા માટે બુટ ચંપલ પણ નથી તેઓ 131 બુટ ચપ્પલ ની જોડી સ્લમ વિસ્તારોમા જઇ આપેલ
આ ઉપરાંત બાળકો ને 35 જેટલી વોટર બેગ પણ આપવામા આવેલ હતી આ ભગીરથ કાર્ય માં કેશોદ નાં Dy S.P. ઠકકર સાહેબ, ભારત વિકાસ પરિષદ નાં મેનેજિંગ ટ્રસ્ટી ડો સ્નેહલ તન્ના, પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, ઉપપ્રમુખ આર. પી. સોલંકી , ભૂપેન્દ્ર ભાઈ જોશી, જયદીપ ભાઇ સોની વગેરે જોડાયા હતાં
*નરેશ રાવલીયા કેશોદ*


