Gujarat

ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સમીક્ષાર્થે જામનગર રેલવે જંકશન પહોંચ્યા

ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ સમીક્ષાર્થે જામનગર રેલવે જંકશન પહોંચ્યા
હતા. જ્યાં તેઓએ રેલવે પ્લેટફોર્મ પર ભારત સરકારના સહયોગથી કાર્યરત બાંધણી વેંચાણ કેન્દ્રની મુલાકાત લીધી હતી, અને
ઉત્પાદક પાસેથી બાંધણી વિશેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. જી. આઈ. ટેગીંગ જામનગરની બાંધણી વૈશ્વિક સ્તરે પહોંચે
અને લોકોમાં વધુમાં વધુ પસંદગી પામે તે માટે સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલ પ્રયાસો અને યોજનાઓ વિશે ઉપસ્થિત સૌને
મંત્રીશ્રીએ આ તકે માહિતગાર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *