ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જયંતિ નિમિતે લોકોને નેતાજી વિશે જાણકારી મળે અને રાષ્ટ્રભાવના કેળવાય તે માટે ટેબ્લો દ્વારા દેશભરમાં નિદર્શન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે શનિવારે આ ટેબ્લો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના વિવિધ ગામોમાં જાહેર માર્ગો ઉપર નિદર્શન કરાવવામાં આવ્યું હતું.
તુમ મુઝે ખુન દો.. મૈ તુમ્હે આઝાદી દુંગા…ના નારા સાથે ભારતને આઝાદ માટે આઝાદ હિન્દ ફોજની રચના કરનાર આઝાદીના લડવૈયા અને નેતાજીના હુલામણા નામથી જેમના નામે આઝાદીનો ઇતિહાસ લખાયો છે તેવા નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 125 મી જન્મ જયંતિ પુરા દેશમાં ઉજવવામાં આવી છે ત્યારે દેશની આઝાદીની ચળવળમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ ની રહેલી સક્રિય ભૂમિકાઓ અને નેતાજી દ્વારા કરવામાં આવેલા આઝાદીના આંદોલનોની ઝાંકી પ્રદર્શિત કરતા દ્રશ્ય શ્રાવ્ય ટેબ્લો ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા દેશભરમાં ફેરવવામાં આવી રહ્યા છે ,જેમાં જાહેર સ્થળો ઉપર નેતાજી સુભાષચંદ્ર બોઝ ની એક ડોક્યુમેન્ટરી બતાવવાની સાથે દેશની આઝાદી માટે તેમણે કરેલા કામો અને બલિદાનો વિશે જાણકારી આપતા પોસ્ટરની પ્રદર્શની પણ લગાવવામાં આવી રહી છે,દેશની આઝાદી માટે નેતાજીએ કરેલા પરાક્રમો ને લઈ નેતાજીની જન્મજયંતિને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે,ત્યારે નેતાજી વિશેની ડોક્યુમેન્ટરીને જોવા લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


