Gujarat

ભારે પવનનાં કારણે વિધાનસભાના ગુંબજનું પતરું ઉખડી ગયું

ગાંધીનગર
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના ઘણા વિસ્તારોમાં સવારથી જ ભારે પવન ફુંકાઇ રહ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારથી મીની વાવાઝોડુ આવ્યુ હોય તેવો માહોલ જાેવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં વહેલી સવારથી ભારે પવન ફુંકાઇ રહ્યો છે. ભારે પવનના પગલે ઘણી જગ્યાએ નુકસાન થયુ છે. ગાંધીનગરમાં છવાયેલા વાવાઝોડાના માહોલમાં વિધાનસભાને પણ નુક્સાન પહોંચ્યું છે. ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજનું પતરું ઉખડી ગયું છે. વિધાનસભાના પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલ્લો થઈ ગયો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *