Gujarat

ભાવનગરમાં ઘાસ ભરીને જતી ટ્રક પલટી જતા ૬થી વધુ લોકોના મોત

ભાવનગર
જિલ્લાના વલભીપુરમાં થયેલા ગમખ્વાર અકસ્માતમાં ૬થી વધુના મોત થઈ ગયા છે. લીલું ઘાસ ભરીને જે ટ્રક જઈ રહ્યી હતી તે પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતની જાણ થતા લોકો આસપાસમાંથી ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને મદદ શરુ કરી હતી. બનાવની જાણ ૧૦૮ને કરાતા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. લીલુ ઘાસ લઈને જતા આ ટ્રકમાં ૧૫ જેટલા લોકો સવાર હોવાની વિગતો મળી રહી છે. ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વલભીપુર તાલુકાના મેવાસા ગામમાં લીલુ ઘાસ ભરીને જઈ રહેલી ટ્રક અચાનક રસ્તા પરથી નીચે ઉતરી જતા આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. બનાવ એટલો ભયાનક હતો કે રાહદારીઓના પણ શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક ટ્રક નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કોશિશ કરી હતી, પરંતુ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. ૧૦૮ની ટીમ દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સ્થાનિકો અને ૧૦૮ની ટીમ દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે ખસેડ્યા હતા. બનાવની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માત સર્જાવાનું કારણ શું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ ટ્રકનો માલિક કોણ છે, અકસ્માત સર્જાવા પાછળનું કારણ શું છે અને ઘટના ઘાયલ થયેલા અને મૃતકોની ઓળખ કરવા સહિતની કામગીરી સ્થાનિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ટ્રક નીચે દબાયેલા લોકોની એક પછી એક લાશ કાઢી રહેલા લોકોને પણ ધ્રૂજારી છૂટી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *