Gujarat

ભાવનગરમાં જાહેરમાં બે શખ્સોને દંપતી પર હુમલો કર્યો, પત્ની સાથે જાતિ અડપલા અને પતિને છરીનો ઘા જીકી દીધો

ભાવનગર
ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા સંત રોહીદાસનગરમાં દારૂ પીને અપશબ્દો બોલતા બે શખ્સોને અપશબ્દ બોલવાની ના પાડતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને દંપતી પર હુમલો કરી જ્ઞાતિ વિશે અપમાનિત કરી પત્ની સાથે જાતિ અડપલા કર્યા હતા, જે બાદ પતિને છરીનો ઘા જીકી દીધો હતો. આ બનાવની બોરતળાવ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ શહેરના ચિત્રા વિસ્તારમાં એસટી વર્કશોપ પાછળ સંત રોહીદાસનગરમાં રહેતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં યોગેશ પોપટભાઈ અને ચિરાગ ઉર્ફ મુરઘી બુધાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી કે, સાંજના સમયે બંને શખ્સો હાથમાં છરી ફેરવતા દારૂ પી અપશબ્દો બોલતા હતા. જેથી તેના પતિએ અપશબ્દ બોલવાની ના પાડતા બંને શખ્સો ઉછેરાઈ ગયા હતા. તેમજ યોગેશ તેણીને ત્રણ લાફા મારી છરી બતાવી તેઓને જ્ઞાતિ વિશે અપમાનિત કરી હતી અને તારા ઘરવાળાને મારી નાખવાનો છે તેમ કહી તેણી સાથે જાતિય અડપલા કરી ધક્કો મારી પછાડી દઈ શખ્સોએ છરો લઈ તેના પતિ પર છરી વડે હુમલો કર્યો હતો. જેથી તેઓને ઈજા પહોંચી હતી. તેઓને ધમકી આપી હતી કે, ભાવનગર મૂકીને જતા રહેજાે અમારે તો આવું કાયમ છે હું તો જેલમાં જાવ અને છૂટી જાવ અને તારા પરિવારને કોઈ છોડાવવા નથી તેમ કહી ધમકી આપી હતી. આ અંગે પોલીસમાં આઇપીસી ૩૨૩, ૩૨૪ ૩૫૪એ, ૫૦૪, ૧૧૪, ૫૦૬(૨) તથા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેથી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

File-01-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *