Gujarat

ભાવનગરમાં મનપાએ જુદા-જુદા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પર ફેરવ્યું બુલડોઝર

ભાવનગર
ભાવનગર મહાપાલિકાના એસ્ટેટ વિભાગની સુચના હેઠળ છેલ્લા ઘણા સમયથી શહેરના જુદાં જુદાં વિસ્તારોમાંથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, જેના પગલે આજરોજ કાળીયાબીડ વિસ્તારમાં આવેલા લીલા સર્કલ પાસે મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા ઓટલાઓ તોડી પાડ્યા હતા તથા રોડને અડચણરૂપ કેબીનો પણ જપ્ત કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના દબાણ હટાવ વિભાગે દ્વારા આજે કાળીયાબીડથી લીલાસર્કલ રોડ પર સહિતના વિસ્તારમાં સપાટો બોલાવ્યો હતો અને કેટલીક કેબીનો ક્રેન અને જેસીબીની મદદથી જપ્ત કરવામાં આવી હતી, આ ઉપરાંત જાહેર રોડ પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે પાર્ક કરાયેલ વાહનો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર એન.વી.ઉપાધ્યાયની સીધી સુચના તળે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ભાવનગરમાં ઓપરેશન દબાણ હટાવ ચાલી રહ્યું છે, જેમાં કમિશનર ઉપસ્થિત રહી પોતાની દેખરેખ તળે દંડનીય કાર્યવાહી સાથે કેબીન, કાઉન્ટર, બાકડા, લારી વિગેરે જપ્ત કરવામાં આવી રહ્યા છે, જેમાં લીલાસર્કલ રોડપરના કોમ્પલેક્ષની બહાર કાઢેલા બેનરો, ઓટલાઓ તથા કેબીનો દૂર કરી રોડ ખુલ્લો કર્યો હતો.

File-01-Page-31.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *