મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
હોટલ રોયલ પેલેસ કઠલાલ શહેર ખાતે શ્રી સર્વોદય ભાવસાર સમાજ દ્વારા પુત્રવધુ વંદના,સ્નેહ મિલન તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં સમાજમાં પુત્રવધુઓનું તેમના સાસુ અને સસરા દ્વારા કંકુ અને અક્ષતથી તિલક કરી પુત્રવધુ વંદના કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં પુત્રવધુ વંદનાનો કાર્યક્રમ ભાવસાર સમાજ દ્વારા કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ ની શરૂઆત દિપપ્રાગટય તેમજ પૂજા કર્યા બાબત ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથે સાથે સમાજના વિવિધ ક્ષેત્રમાં નામના મેળવનાર વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સર્વોદય ભાવસાર સમાજના અમદાવાદ, મહેમદાવાદ, કઠલાલ, ઉમરેઠ અને વડોદરાથી આગેવાનો, અગ્રણીઓ અને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.


