Gujarat

ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ 30 લાખથી વધુ હરિ ભકતો મહોત્સવમાં જોડાશે મહોત્સવના પ્રારંભે ૬ લાખ હરિભક્તોએ પ્રદર્શન નિહાળ્યું

ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવની કરેલી પ્રતિષ્ઠાને ૨૦૦ વર્ષ પૂર્ણ થતાં ભુજમાં નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવની તૈયારીઓ પૂર્ણતાના આરે છે. ત્યારે મંગળવારથી 26 એપ્રિલ સુધી ૨૨૨ એકરમાં યોજાનારા આ મહોત્સવમાં દેશ-વિદેશથી લાખો હરિભકતો જોડાશે.નરનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ તા.૧૮/૪ના થશે. આ મહોત્સવ પર કચ્છ સહિત વિશ્વભરના હરિભક્તોમાં ઉત્કંઠા છે. ભુજમાં મહોત્સવની તૈયારીઓનો ભારે ધમધમાટ જાેવા મળી રહ્યો છે. તા ર૬/૪ સુધી ભુજમાં મિરજાપર રોડ નજીક ‘બદ્રિકાશ્રમ’નું સુશોભીત નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં ૩પ જેટલા જુદા – જુદા ડોમ ઉભા કરાયા છે. જેમાં વિવિધ પ્રદર્શનો તૈયાર કરાયા છે. અત્યાર સુધી ૬ લાખથી વધારે હરિભક્તોએ આ પ્રદર્શનનો લાભ લીધો છે.ગૌ મહિમા પ્રદર્શનમાં ર લાખથી વધારે હરિભક્તોએ આ પ્રદર્શનનો લાભ લીધો છે. નવ દિવસના આ મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા તેમજ મનસુખ માંડવીયા, દેવુસિંહ ચૌહાણ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, મંત્રી સ્વતંત્રદેવસિંહ જયારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, મંત્રીમંડળના કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, ઋષિકેશ પટેલ, હર્ષ સંઘવી તથા પ્રફુલ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહેશે.વિશેષમાં આ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયનો ધર્મકુળ પરિવાર, ર૦૦૦થી વધુ જુદા જુદા સંપ્રદાયના સંતો, ૩૦૦૦થી વધારે સાંખ્યયોગી બહેનો તેમજ ૩૦ લાખથી વધુ દેશના હરિભક્તો અને રપ,૦૦૦થી વધારે એનઆરઆઈ હરિભક્તો ઉપસ્થિત રહેશે. આ પ્રસંગ દરમ્યાન ભવ્ય શોભાયાત્રામાં ર૦૦થી વધારે શણગારેલા સ્લોટ, ૩૦થી વધારે બેન્ડપાર્ટી, ૧૦૮થી વધારે ગામડાની ભજન મંડળી જાેડાશે. આ ધાર્મિક પ્રસંગના પારાયણ દરમ્યાન ભારતના ચારે ખંડથી પ૧ જેટલા વિદ્વાનો ઉપસ્થિત રહેશે. ર૦૧ કુડ મહાવિષ્ણુયાગની ર૩૦ જેટલા ભુદેવો ઉપસ્થિતિ થનાર છે.
ઉમંગરાવલ ભુજ

S8850008.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *