Gujarat

મંત્રીશ્રીએ લોકસંપર્ક કાર્યક્રમ દરમિયાન ગ્રામજનો સાથે વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોધ્યોગ, ગ્રામવિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે 77-જામનગર ( ગ્રામ્ય) વિધાનસભાના ખારા બેરાજા અને ઢીંચડા ગામની શુભેચ્છા મુલાકાત લીધી
હતી. તેમજ મંત્રીશ્રીએ લોકસંપર્ક કાર્યક્રમમાં ગામના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી.
કૃષિમંત્રીશ્રી દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ પોતાની
રજૂઆત મંત્રીશ્રી સમક્ષ મૂકી હતી. મંત્રીશ્રીએ ગ્રામજનો સાથે વિવિધ પ્રશ્નોની ચર્ચા કરી હતી. તેમજ ઉપસ્થિત સર્વે
આગેવાનોને જરૂરી માર્ગદર્શન- સૂચના પૂરી પડી હતી.

-અને-ઢીંચડા-4.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *