Gujarat

મંત્રીશ્રીએ સમર્થ યોજના હેઠળ તાલીમ પૂર્ણ કરેલ 45 બહેનોને પ્રમાણપત્ર એનાયત કરી તેમના બાંધણી અને એપ્લિક વર્કની કામગીરીની પ્રશંશા કરી

ભારત સરકારના રેલવે અને કાપડ મંત્રાલયના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જામનગર શહેરના
જૂના નાગના વિસ્તારમાં આવેલા હ્સ્ત શિલ્પ ક્લસ્ટરમાં હ્સ્ત શિલ્પના કારીગર બહેનો સાથે સંવાદ યોજ્યો હતો. જેમાં
મંત્રીશ્રીએ જામનગરની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ બાંધણી અને એપ્લિક વર્કની કામગીરી નિહાળી હતી. આ
બહેનોએ સરકારની સમર્થ યોજના હેઠળ તાલીમ મેળવીને વિવિધ વસ્તુઓ બનાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કરી તેમાંથી પર્સ, દુપટ્ટા,
ફાઈલો, રજાઈ, પડદા, ડ્રેસ, સાડી જેવી અનેક વિવિધ વસ્તુઓ બનાવે છે. જે કામગીરીનું મંત્રીશ્રીએ નિરીક્ષણ કર્યું હતું. તેમજ
જામનગરની પ્રખ્યાત બાંધણીની અવનવી ડિઝાઈનો અને તેમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓનું પણ નિરીક્ષણ કરી બહેનોની
કામગીરીની પ્રશંશા કરી હતી.
જામનગર જિલ્લાની બહેનોએ વર્ષ 2022માં સમર્થ યોજના હેઠળ 52 દિવસની એપ્લિક ટ્રેનિંગ લઈ એપ્લિક વર્ક બનાવવાની
આવડત પ્રાપ્ત કરી છે. આ 45 બહેનોને કેન્દ્રીયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે
પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ કામ શીખી જામનગર જિલ્લાની બહેનો આત્મનિર્ભર બની છે.
અને સરકાર દ્વારા વિવિધ જગ્યાઓ પર સ્ટોલ ઊભા કરીને બહેનોએ તૈયાર કરેલી વસ્તુઓ સીધી ગ્રાહકો સુધી પહોંચે તે પ્રકારે
આયોજન કરવામાં આવે છે. જામનગર જિલ્લાની બહેનોએ સમર્થ યોજના હેઠળ મેળવેલ તાલીમનો અનુભવ પણ મંત્રીશ્રીએ
જાણ્યો હતો. ઉપરાંત કેબિનેટમંત્રીશ્રીના હસ્તે જામનગર ડિઝાઇનર સેન્ટર કંપનીનું તેમજ હેન્ડક્રાફ્ટ એમ્બ્રોડોરી વેબસાઇટનું પણ
વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના હસતશિલ્પના કારીગરોએ તૈયાર કરેલી વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે.
આ સંવાદ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, અગ્રણીઓ શ્રી વિમલભાઈ કગથરા, શ્રી વિજયસિંહ જેઠવા, શ્રી
લાલજીભાઇ સોલંકી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના શ્રી દર્શિત ભટ્ટ, શ્રી કાર્તિક ચૌહાણ, અધિકારીશ્રીઓ તેમજ બહોળી સંખ્યામાં
બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

SHREE-DARSHNABEN-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *