Gujarat

મકરસંક્રાંતિ પર્વ ઉપર સાવચેતી રાખવા પીજીવીસીએલનો અનુરોધ

જૂનાગઢ તા.૧૧ મકરસંક્રાંતિ સંપૂર્ણ સલામતી અને ઉત્સાહ ઉમંગથી ઉજવીએ તેમજ સાવચેતી રાખવા જૂનાગઢ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરે જણાવ્યું છે. તેમણે વધુ સાવચેતીના પગલા રાખવા જણાવ્યું હતું કે, પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઇ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહીં. વીજળીના તાર કે કેબલને અડકશો નહીં, વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો અહીં. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાની, તાર તુટી જવાની, અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના સાધનો(ઉપકરણો) બળી જવાની સંભાવના રહે છે, થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળિયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે, ધાતુના તાર કે મેગ્નેટીક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહીં. તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અસ્માતની સંભાવના છે, નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમતી જીદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખો, ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં. તેનાથી વીજળીના વાયર કપાઇ શકે છે. જેથી અંધારપટ તેમજ વીળ અકસ્માત થઇ શકે છે, વિજવાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પતંગ ઉડાડશો નહીં. મકરસંક્રાંતિ પર્વ ઉપર રાખી આપના બાળકો અને પરિવાર સાથે સંપૂર્ણ સલામતી સાથે ઉજવણી કરવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *