મજેવડી ગામની આફ્રિકા શેરીમાં રહેતા ધર્મેશભાઇ જેન્તીભાઇ વાઘેલા તા.૦૯/૦૩/૨૦૨૩ને ૨ વાગ્યા આસપાસ મજેવડી ગામ અતુલ કાસ્ટીક કારખાનેથી તેમનું મોટર સાયકલ જી.જે.૧૧ એજે. ૨૨૯૮ લઇને ગયા બાદ ગુમ થયો છે. તેમની ઉંમર ૩૨ વર્ષ, ઉંચાઇ ૫૬ ઇંચ, બાધો મધ્યમ અને રંગ શ્યામ છે. આ યુવાનની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જૂનાગઢ તાલુકા પોલીસે જણાવ્યું છે.
