મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ, ખેડા દ્વારા કચેરીમાં ટુ વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી નવી સીરિઝ જી.જે.૦૭.ઈ.એલ (EL)નું ઓકશન તા. ૧૫-૦૨-૨૦૨૩થી શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http:parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી ઓકશનમાં ભાગ લઈ શકશે.
સૌ પ્રથમ અરજદારે parivahan.gov.in વેબસાઇટ પર જવું. ત્યારબાદ વેબસાઇટમાં દર્શાવેલા ઓનલાઇન સર્વિસ પર ક્લિક કરવું. ત્યારબાદ fancy number booking પર ક્લિક કરવું. જેમાં પબ્લિક યુઝર પસંદ કરી આઈ.ડી. બનાવવું. આઈ.ડી. બનાવ્યા બાદ સી.એન.એ ફોર્મ ઓનલાઈન ભરવું. પસંદગીનો નંબર સિલેકટ કરી દર્શાવેલી ઓછાંમાં ઓછી ફી ભરી દેવી. ઓનલાઇન ફી ભર્યા બાદ બિડિંગ એટલે કે હરાજીમાં ભાગ લેવો. હરાજીમાં નંબર મેળવ્યા બાદ ૫ દિવસમાં હરાજીની બાકીની રકમ ભરવી. હરાજીની રકમ ભર્યા બાદ આર.ટી.ઓમાંથી એપ્રૂઅલ લઈ નંબર લઈ લેવો. વાહન ખરીદીના સાત દિવસમાં અરજદારે સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. ફોરવ્હીલર સીરિઝ GJ07-EL- નું ઓનલાઈન ઓકશન થશે.
તેમજ નવી સીરિઝના ગોલ્ડન, સીલ્વર કે અન્ય પસંદગીના નંબર મેળવવા માટે તા.૧૫-૦૨-૨૦૨૩ થી ૧૭-૦૨-૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન એપ્લીકેશન કરવાની રહેશે. તેમજ તા ૧૭-૦૨-૨૦૨૩ સાંજે ૦૪:૦૦ કલાક થી ૧૯-૦૨-૨૦૨૩ ના સાંજે ૦૪:૦૦ કલાક સુધી ઓનલાઇન ઓકશનમાં બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થશે. તા.૨૦-૦૨-૨૦૨૩ના રોજ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડીઆદ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.
વાહનનું રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જરૂરી છે. તેમજ વાહનનું સેલ ઇન્વોઇસ તારીખ, ઇન્શોરન્સ તારીખ અને વેચાણ તારીખ જે પહેલા હોઈ તે દિવસથી ૭ દિવસ ની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલ હોવું ફરજિયાત છે. સમય મર્યાદા બહારની અરજી માન્ય ગણવામાં આવશે નહી જેની તમામ વાહન ચાલકોએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કચેરી, નડિયાદ દ્વારા જણાવવામાં આવ્યુ છે.


