Gujarat

મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે સીઆર પાટિલનો પલટવાર, કહ્યું “કોંગ્રેસ શેરીના ગુંડા જેવી ભાષા બોલે છે”

સુરત
કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ચારેબાજુ રાજનીતિ ગરમાઈ છે, ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે ધારદાર પલટવાર કર્યો છે. એટલું જ નહીં, પત્રકાર પરિષદ યોજી મલ્લિકા અર્જુનના આ નિવેદનને અભદ્ર ટીમની ગણાવી હતી. તમને જણાવી દઈએ કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કર્ણાટકની ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઝેરી સાપ સાથે સરખાવ્યા હતા. મલ્લિકાર્જુન ખડગેએ ઁસ્ પર કરેલ ટિપ્પણી મામલે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસની આ પરંપરા રહી છે. કોંગ્રેસના નેતાઓએ વારંવાર અભદ્ર ટિપ્પણી કરી છે. સત્તા જાય એટલે કોંગ્રેસ આમ જ નિવેદનબાજી કરે છે. પરંતુ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને ઝેરી સાપ કહીને આજે તેમને પોતાનું સ્તર બતાવ્યું છે. અગાઉ ઘણી વખત પીએમ મોદીની હિટલર સાથે સરખામણી કરવામાં આવી છે. સોનિયા ગાંધીએ મોતના સોદાગર કહ્યા હતા. સુરજેવાળાએ પણ તમારી કબ્ર ખોદીશું જેવા અનેક નિવેદન કર્યા છે. સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, આવા તો ૯૧ લિસ્ટ છે. હવે ધીરેધીરે કોંગ્રેસ નજરમાં ઉતરી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં અત્યારથી જ હાર જાેઈ રહી છે. જેના કારણે આવા નિવેદનના સહારા લેવા પડે છે. તમામ લોકોને મોદી સાહેબ પર વિશ્વાસ છે. દેશના વડાપ્રધાનની ગરિમા માટે આવા શબ્દો યોગ્ય નથી. અગાઉ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાનને ચોર જેવા શબ્દો કહ્યા છે. શૈખ હુસૈને વડાપ્રધાન મોદીને કૂતરાની જેમ મારી નાંખવા જણાવ્યું હતું. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કર્ણાટકમાં વડાપ્રધાન માટે અભદ્ર ટિપ્પણી કરી છે. એમણે જણાવ્યું હતું કે મોદી એક ઝેરી સાપ છે. જેનાં કરડવાથી મૃત્યું થઈ શકે છે. કોંગ્રેસ જ્યારે સત્તાથી દૂર હોય છે. જ્યારે કોંગ્રેસને દિવાલ પર હાર દેખાય છે. આવા શબ્દોનો પ્રયોગ કરે છે. ત્યારે ઈન્દિરાજીનું પણ પ્રકરણ અમારી સામે છે. જ્યારે તે હારી ગયા હતા. અને સત્તાથી દૂર થઈ ગયા હતા. ત્યારે કટોકટી લગાવીને પણ તેઓ સત્તામાં આવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતું દેશનાં લોકોએ તેમને જવાબ આપી દીધો હતો.

File-01-Paga-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *