Gujarat

મહાતીર્થ સરધાર ના સદગુરુ સંત પ.પૂ.શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામીની 1131મી ઘર સભા બોટાદ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે યોજાઈ.

આજ ના ભાગદોડ અને દેખાદેખી કળિયુગ માં પારિવારિક શાંતિ અને ધર્મ ના સંસ્કારો સાથે સુખમય,શાંતિમય જીવન જીવવા માટે, રોજ રાત્રે 9:00 વાગે લક્ષ ચેનલ અને કર્તવ્ય ચેનલ ઉપર પરમ પૂજ્ય સદગુરુ સંતશ્રી નિત્યસ્વરૂપદાસજીની ઘર સભા નું લાઈવ ટેલીકાસ્ટ આવે છે.
જેમાં 1131મી ઘરસભા બોટાદ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે યોજાઇ હતી.
જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી જનતા ભાઈઓ બહેનોએ ઘરસભાનો લાભ લીધેલ હતો.
જેમાં સ્વામીએ બોટાદ મંદિરની યશ ગાથા અને સદગુરુ બ્રહ્મનિષ્ઠ સંત અક્ષર મૂર્તિ શ્રી ગોપાલાનંદ સ્વામી એ બોટાદમાં વિક્રમ સવંત 1906 માં શ્રી હરિના ચરણારવિંદ પધરાવેલા.જેના મહિમા વિશે વાત કરેલ અને ખૂબ જ પ્રતાપી અને ચમત્કારી ચરણારવિંદ શ્રી હરિ ના હોય,કોઈપણ વ્યક્તિના શુભ સંકલ્પ મનોરથ પૂરા કરે છે. એ કથામાં વાત કરેલ.માટે જ્યારે પણ લોકો ગઢપુર અને સારંગપુર દર્શન કરવા આવે તો રસ્તામાં જ બોટાદ ધામના દર્શન કરવા જરૂર જજો એવી નમ્ર અપીલ કરેલ.
યજમાન પરીવાર ભરતભાઈ છબીલભાઈ વડોદરિયા અને દેવાંગભાઈ પરીખ પરિવાર દ્વારા આ મહોત્સવ ને સફળ બનાવવા સદભાવનાથી સદભાગી બની,સંપત્તિનો ખરા અર્થમાં સદવ્યય કરીને બોટાદના હરિકૃષ્ણ મહારાજ અને રાધાકૃષ્ણદેવનો ખૂબ રાજીપો મેળવેલ.
આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ વિરાણી,જિલ્લા શિક્ષણ સેલ સંયોજક મયુરસિંહ જશુભા ભાટી,વિહિપ જિલ્લા અધ્યક્ષ સતુભાઇ ધાધલ,ભાજપ શહેર ચંદુભાઈ,વિહિપ બોટાદ શેહર મોન્ટુભાઈ માળી, અલકુભાઈ,પૃથ્વીભાઈ,ડૉ.પુજારા, ડો.સાંગાણી,ડો.કાકડીયા,લાલજીભાઈ,ચંદુભાઈ ભિકડીયા ઉપસ્થિત રહેલ.
ટ્રસ્ટી શ્રી રતિભાઈ પટેલ,ભીમજીભાઇ તથા સર્વે ટ્રસ્ટી મંડળે,અને મંદિરમાં સેવા કરતા બાપા મંડળ અને યુવા મંડળ દિન રાત સેવા કરી ભારે જહેમત ઉઠાવી હતી.
ઘરસભાના અંતમાં મંદિરના મહંત શ્રીરંગદાસજી સ્વામી અને કોઠારી શ્રી ગુણ નિદાન સ્વામીએ તમામ ઉપસ્થિત ધર્મ પ્રેમી લોકોનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરેલ.
અહેવાલ કનુભાઈ ખાચર

IMG-20230512-WA0593.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *