જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ગરવા ગિરનારની ગોદમાં મહાવદ નોમથી મહાશિવરાત્રી મેળો યોજાય છે. તા.૧૫/૨/૨૦૨૩ થી ૧૮/૦૨/૨૦૨૩ મેળો યોજાનાર છે.પોલીસ અધિક્ષકશ્રી, જૂનાગઢ તરફથી રજૂ થયેલ દરખાસ્ત વ્યાજબી જણાતી હોય, ટ્રાફિક નિયમન કરવા તથા સાવચેતીના પગલા લેવાનું અનિવાર્ય જણાતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જૂનાગઢ એલ.બી.બાંભણિયાને મળેલ અધિકારની રૂએ તા.૧૫/૦૨/૨૦૨૩ થી ૧૮/૦૨/૨૦૨૩(બન્ને દિવસો સહિત) પાજનાકા પુલથી ખાખ ચોક સુધીનો રસ્તો વાહનો માટે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ રસ્તામાં કોઇ પણ જગ્યાએ કોઇ પણ પ્રકારના વાહનો ઉભા રાખી શકાશે નહીં કે પેસેન્જર રીક્ષા/વાહનો પેસેન્જર ચડાવ કે ઉતાર કરી શકશે નહીં,
આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧(આંક-૨)ની કલમ-૧૩૧માં જણાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.આ જાહેરનામાનાં ભંગ બદલ ગુનો માંડવા માટે પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
