Gujarat

મહાશિવરાત્રીના મેળા દરમિયાન  ઉટગાડી જેવા વાહનો માટે ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા પ્રવેશબંધી      

જૂનાગઢ ભવનાથ તળેટી ખાતે ગરવા ગિરનારની ગોદમાં મહાવદ નોમથી મહાશિવરાત્રી મેળો યોજાય છે. ચાલુ વર્ષે તા.૧૫/૨/૨૦૨૩ થી ૧૯/૦૨/૨૦૨૩ દરમિયાન આ મેળો યોજાનાર છે. આ મેળામાં લાખોની સંખ્‍યામાં જનમેદની એકત્ર થાય છે. આથી અકસ્‍માતો નિવારવા  અને લોકોની અવર-જવરને અડચણ ન થાય તે માટે ટ્રાફીકનું નિયંત્રણ કરવા માટે સાવચેતીના પગલા લેવાનું અનીવાર્ય જણાતાં, જૂનાગઢ જિલ્‍લાના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એલ.બી.બાંભણિયાએ તેમને મળેલ અધિકારની રૂઇએ એક જાહેરનામુ બહારપાડીને તા.૧૫/૦૨/૨૦૨૩ થી તા.૧૯/૦૩/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) ઉંટગાડી, ઘોડાગાડી, બળદ ગાડી જેવા વાહનો માટે  ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા માટે પ્રવેશ બંધી ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર ઠરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *