મહાશિવરાત્રીના મેળામાં ભારતભરના સાધુ-સંતો ઉમટે છે. સાથે જ મોટી સંખ્યામાં ભાવિકો સાધુ-મહાત્માઓના દર્શન માટે ઉમટી પડે છે. આ મેળામાં લોકો ભજન-ભોજનનો આનંદ માણવાની સાથે અવનીવી રાઈડ્સની પણ મજા માણે છે. આમ, ભાવિકો-શ્રદ્ધાળુઓને આત્માના કલ્યાણની સાથે સાથે મેળાનો આનંદ પણ લૂંટતા હોય છે.


