તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
તલાટી ની પરીક્ષા આપનાર લોકો માટે મહુધા એસ.ટી.ડેપો દ્વારા એસ.ટી.બસો ની વ્યવસ્થા કરવામાં આવી
હાલમાં યોજાયેલ તલાટીની પરીક્ષામાં મહુધામાં ચાર કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા.પરીક્ષાર્થીઓ શાંતિપુર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટેની તમામ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી. પોલિસ તંત્ર અને આરોગ્ય ટીમ પણ ખડેપગે ઉપસ્થિત રહી હતી. પરીક્ષાર્થીઓને ચકાસણી બાદ જ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
તલાટી ની પરીક્ષા આપનાર માટે મહુધા એસ.ટી.ડેપો દ્વારા બસોનું સંચાલન કરી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં તા 6/05/2023 નાં રોજ સાંજે 6 કલાકે કઠલાલ, મહુધા, સુરત એક્સ્ટ્રા બસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તા 7/05/2023 નાં રોજ સવારે 6 કલાકે મહુધા, કઠલાલ, લુણાવાડા તરફ એક્સ્ટ્રા બસ તેવી જ રીતે સવારે 6 કલાકે મહુધા, કઠલાલ, ગોધરા તરફ એક્સ્ટ્રા બસ નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે મહુધા થી અમદાવાદ તથા અમદાવાદ થી કઠલાલ પરીક્ષાર્થી હોય તે રીતે બસનું સંચાલન કરવાની વ્યવસ્થા કરી હતી. મહુધાના થી અમદાવાદ 5.10 કલાકે વાયા કઠલાલ, ઓઢવ, સોનાની ચાલી તથા મહુધા થી અમદાવાદ 6 કલાકે વાયા ખાત્રજ, જશોદાનગર, મણીનગર તેમજ મહુધા થી અમદાવાદ 6.30 કલાકે વાયા ખાત્રજ, જશોદાનગર, મણીનગર, અમદાવાદ થી કઠલાલ, મહુધા 7 કલાકે, અમદાવાદ થી કઠલાલ, મહુધા 8 કલાકે, અમદાવાદ થી કઠલાલ, મહુધા 8.30 કલાકે તેમજ ત્રણ બસો વાયા કઠલાલ થઈ મહુધા બાજુ નું આયોજન કરવામાં આવ્યું હતું.