નિસાર શેખ,મહુધા
મહુધા ચોખડી ભાગોળમાં આવેલા પીર સૈયદ ઈબ્રાહીમ અલી કાદરી બાપુનાં ઉર્સ મુબારકની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિત્તે સદલ શરીફ, ફુલની ચાદર ચઢાવવામાં આવી હતી. સાથો સાથ જુલૂસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુધાનાં જુદા જુદા વિસ્તારોમાં ગાદી શરીફના 51 નિશાન, સીદી બાદશાહ તેમજ ઢોલ – નગારાંની સાથે ભવ્ય જુલૂસ કાઢવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તથા લસ્સી, ચોકલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ. જુલૂસનાં કાર્યક્રમ બાદ રાત્રિના સમયે કવ્વાલી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સૈયદ ઈબ્રાહીમ અલી કાદરી બાપુનાં ઉર્સ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે કોડીનારથી સૈયદ ઝાકીર હુસેન બાપુ કાદરી ઉર્ફે રાજા બાપુ, સૈયદ સાજીદ બાપુ કાદરી, સૈયદ ફરઝન અલી બાપુ કાદરી, સૈયદ ઉમેર બાપુ કાદરી, સૈયદ સેફુદીન બાપુ કાદરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ તેઓએ તમામ અકીકત મંદો માટે દુઆ કરી હતી. સાથોસાથ કઠલાલથી સૈયદ હનિફ બાપુ કાદરી તથા સૈયદ અબ્બાસ અલી બાપુ કાદરી પણ હાજર રહ્યા હતા. સૈયદ ઈબ્રાહીમ અલી કાદરી બાપુનાં ઉર્ષનું સમગ્ર આયોજન આશિકે જલાલી ગ્રુપ તથા મુરીદો દ્વારા કરવામાં આવ્યું હતું.


