Gujarat

મહુધા કૉલેજ ખાતે  “મનકી બાત” કાર્યક્રમના ૧૦૦માં એપિસોડનું જીવંત પ્રસારણ.

નિસાર શેખ ,મહુધા
મહુધા કૉલેજ ખાતે કોલેજ એસેમ્બલી હોલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના “મનકી બાત” કાર્યક્રમના 100મા એપિસોડનું જીવંત પ્રસારણ (Live Telecast)નો લાભ લેવા માટે મહુધા કેળવણી મંડળના પ્રમુખ વિજયભાઈ શાહ અને મંત્રી  મહેશભાઈ પી. પટેલના સહકાર તેમજ માર્ગદર્શન હેઠળ મહુધા પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહુધા પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. એચ.ચૌધરી , પી.એસ.આઇ. આઈ. ડી. વાઘેલા તેમજ મહુધા તાલુકાના સમગ્ર પોલીસ સ્ટાફગણે આ જીવંત પ્રસારણનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં મહુધા કેળવણી મંડળના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ પટેલ, મહુધા કોલેજના આચાર્ય ડૉ. કે એસ. દવે પ્રા.ડૉ. કલ્પેશ સુથાર તેમજ મહુધાના અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

FB_IMG_1682847608825.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *