લોકેશન : ખેડા , મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
મહુધા કેળવણી મંડળ મહુધા સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કોલેજ મહુધાના ત્રણ અધ્યક્ષ પ્રા. કે.આર.પટેલ , પ્રા. આર.એન.ચૌધરી તથા પ્રા. આર.જે.પટેલ ત્રણ દિવસની માઉન્ટ આબુ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં હાજરી આપી કોલેજ નું પ્રતિનિધિત્વ કર્યું.
શ્રીમતી એ.પી.પરિખ આર્ટસ તથા સ્વ.શ્રી એન.પી.પટેલ કોમર્સ કોલેજ નરોડા તથા યુજીસી દ્વારા મલ્ટીડિસીપ્લીનરી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ” ન્યુ એજ્યુકેશન પોલીસી – 2020 અને એથિકલ ( નૈતિક ) , ઈમ્પેકટ ( અસરો ) ” વિષયો પર માઉન્ટ આબુ ખાતે તારીખ 5,6 અને 7 જાન્યુઆરી 2023 નાં રોજ યોજવામાં આવી હતી.આ કોન્ફરન્સમાં વિવિધ વિષયના તજજ્ઞોએ ઉપસ્થિત રહી નવી શૈક્ષણિક નીતિ પર પોતાના મંતવ્યો – વિચારો વ્યક્ત કર્યા હતા.આ ત્રિ દિવસીય કોન્ફરન્સમાં કોલેજના અધ્યાપકોએ ઉપસ્થિત રહી નવી શૈક્ષણિક નીતિ વિષયક વિચારો અને સમજણ મેળવી હતી


