તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
બાળકોમાં ધાર્મિક શ્રદ્ધા એ તેમનાં ઉજ્જવળ ભવિષ્યની આગાહી કરે છે.
મહુધા ફિણાવ ભાગોળ ડબગર વાડા વિસ્તારમાં રહેતા મલેક પરિવાર ની બાળકી ( ઉંમર,વર્ષ – 4 ) મલેક હુમેરા બાનું મોહમ્મદ સોહેબ ઉર્ફે રાજા ઉમર તથા તેજ પરિવાર નું બાળક ( ઉંમર,વર્ષ – 6 ) સઈદ રઝા મોહમ્મદ સોહેબ દ્વારા પવિત્ર રમજાન માસનો પહેલો રોજો રાખતા મલેક પરિવાર માં ખુશી માહોલ જોવા મળ્યો હતો. એક્જ પરિવારના બન્ને ભાઈ અને બહેન ને પવિત્ર રમઝાન માસ માં પહેલો રોજો રાખવા બદલ મલેક પરિવાર તથા સગાંસંબંધીઓ દ્વારા બન્ને ભાઈ,બહેન ભવિષ્ય ઉજ્જવળ બને તેવી પ્રાર્થના કરી હતી અને તેમનાં બધા કુટુંબ દ્વારા શુભેચ્છા પાઠવી હતી.
બાળકો માં હંમેશા નિર્દોષ ભાવ હોય છે અને બાળપણમાં જ તેમને જો યોગ્ય જ્ઞાન આપવામાં આવે તો તે ગમે તેવાં કપરા સમયમાં સંયમ સાથે જીવન નિર્વાહ કરી શકે છે. આનું ઉત્તમ ઉદાહરણ એટલે મહુધા ફિણાવ ભાગોળ ડબગર વાડા વિસ્તારમાં રહેતા મલેક મોહમ્મદ સોહેબ ના પુત્ર સઉદ રજા તથા પુત્રી મલેક હુમેરા બાનું જેણે પવિત્ર રમઝાન માસ નો પહેલો રોઝો રાખી દીવસ દરમ્યાન સતત 14 કલાક સુધી ભુખ્યા તરસ્યાં રહી ત્યાગ બલિદાન અને સમર્પણની સાથે ધૈર્ય અને સંયમ શું છે તેની સિખ આપી પ્રથમ રોઝો રાખી અલ્લાહની ઈબાદત કરી પોતાનાં ઘર પરિવાર સમાજ અને દેશની સુખ શાંતિ સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરી.


