મહુધા તાલુકાના ઉદરા ગામે મહુધા તાલુકાના વહીવટી તંત્ર દ્વારા રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું રાત્રી સભાનાં આયોજન માં પધારેલ અધિકારી ઓનું પુષ્પગુચ્છ થી સ્વાગત કરાયું હતું આ પ્રસંગે મહુધા મામલતદાર ક્રિષ્નાબેન સોલંકી , મહુધા તાલુકા વિકાસ અધિકારી જ્યોતિબેન , નાયબ કાર્યપાલક ઇજનેર , મહુધા તાલુકા હેલ્થ ઓફિસર ધ્રુમિલ પરિખ , મહુધા રેન્જ ફોરેસ્ટ અધિકારી , મહુધા એસ.ટી અધિકારી તથા અન્ય વિભાગીય અધિકારીઓ દ્વારા દરેક વિભાગને લગતી તમામ સરકાર ની યોજનાઓની માહિતી તથા વિકાસના કામોની જરૂરી માહિતી આપી હતી. જેમાં મહુધા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જેતસિંહ ભાઈ પરમાર , ગામના સરપંચ , ગ્રામપંચાયત નાં સભ્યો , ગામના , ગામના આગેવાનો , ગામના લાભાર્થી સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા


