તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
મહુધા મત વિસ્તારના ધારાસભ્ય ના વરદ હસ્તે પાણીના સંપ નું ખાતમુહૂર્ત કરાયું
ભુમસ માધ્યમિક શાળા પાછળ આજે ઓવરહેડ પાણી ટાંકી તથા સંપનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહુધા મતવિસ્તારના ધારાસભ્ય સંજયસિંહ મહિઙા , પાણી પુરવઠા વિભાગ નાં અધિકારી એસ.કે.વર્મા , જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જયંતીભાઈ સોઢા , મહુધા ભાજપા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ , શહેર સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસીંગભાઇ પરમાર , બક્ષીપંચ મોરચાના પ્રમુખ સામતસિંહ સોઢા , મહુધા શહેર ભાજપા સંગઠન મહામંત્રી મધુભાઈ રબારી , ગામનાં સરપંચ કાળીબેન આર.પરમાર તલાટી કમ મંત્રી કેરોલીન ક્રિશ્ચચન , ડે.સરપંચ વિનયભાઈ સોલંકી તથા શાળાના શિક્ષક અને સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા


