નિસાર શેખ,મહુધા
મહુધા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૨ ના રહીશો ની રજુઆતો ને ધ્યાન મા રાખી મુસીબત નગર પાસે વરસાદી પાણીના નિકાલની કાંસ નુ કામ તેમજ પાણીની તકલીફો ને લઇ ટાંકી બોર થી ભીમકુવા સુધી પાણીની લાઈન અને મહુધા નગરમાં પીવાના પાણીની બે નવીન ટેન્કરનું લોકાર્પણ કરવામાં આવ્યુ. આ પ્રસંગે મહુધા નગરપાલિકા પ્રમુખ, ઉપ પ્રમુખ,કારોબરી ચેરમેન ,સભ્યો અને અગ્રણીઓની ઉપસ્થિતિ માં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.