મહુધા પટેલવાડી ખાતે મહુધા શહેર ભાજપા સંગઠનની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગામી આવનાર કાર્યક્રમો વિશે વિસ્તૃત ચર્ચા કરી અને તેના વિશે માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા, મહુધા શહેર પ્રભારી શ્રીમતી શીતલબેન ભટ્ટ, મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, મહામંત્રી મધુભાઈ રબારી, મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી, જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ વિધી બેન પટેલ, જિલ્લા કારોબારી સભ્ય બશીર ભાઈ મલેક, બક્ષીપંચ મોરચા પ્રમુખ પરેશભાઈ દરજી, યુવા મોરચા પ્રમુખ હર્ષ બ્રહ્મભટ્ટ તથા લધુમતી મોરચા પ્રમુખ મોહસીનભાઈ મલેક, જિલ્લા કારોબારી સભ્ય જતીનભાઈ તેમજ મોરચાના મહામંત્રીઓ, નગરપાલિકાના સભ્યો, શક્તિ કેન્દ્ર ઈન્ચાર્જ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.


