નિસાર શેખ,મહુધા
મહુધા પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા શિતલબેન શિવાભાઈ રાઠોડે પાવર લિફ્ટિંગ સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ પ્રાપ્ત કર્યા છે. સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિઓ બદલ તાજેત૨માં આ પોલીસ ખેલાડીઓનું પોલીસ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. મહુધા પોલિસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવતા શિતલ રાઠોડે મહારાષ્ટ્રના પુણે ખાતે ૨૦૨૨માં આયોજિત ૭૧મી ઓલ ઇન્ડિયા પોલીસ રેસ્ટિંગ ક્લસ્ટર ચેમ્પિયનશિપમાં કુલ ૧૫૨.૫ કે.જીની પાવર લીફ્ટિંગ પ્રતિયોગીતામાં ૮૭ ડેડલિફ્ટ મારી પોતાનો નેશનલ કક્ષાનો પ્રથમ સિલ્વર મેડલ મેળવ્યો. શિતલે રાજ્ય કક્ષાની પાવર લીફ્ટિંગની ૨ સ્પર્ધામાં ૨ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જેમાં અમદાવાદ ખાતે આયોજિત ગુજરાત પાવર લીફ્ટિંગ ચેમ્પિયનશિપ-૨૦૨૨ પ્રતિયોગીતામાં ૧૫૨.૫ કે.જીની રમતમાં ગોલ્ડ મેડલ જિલ્લા ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ ૨૦૨૨ માં ૮૦ કે.જીની રમતમાં ગોલ્ડ મેડલ; જિલ્લા બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપ ૨૦૨૨ની ૨૫ કે.જી બેન્ચ પ્રેસમાં સિલ્વર મેડલ અને ૧૧મા ખેલ મહાકુંભની યોગાસન સ્પર્ધામામ તૃતીય સ્થાન મેળવ્યું હતું. ઉપરાંત શિતલે પંજાબ ખાતે ૭૧મી ઓલ ઇન્ડિયા પોલીસ વોલીબોલ ક્લસ્ટર-૨૦૨૨ અંતર્ગત યોગાસનમાં ભાગ લીધો હતો. અગાઉ કબ્બડી પ્લેયેર તરીકે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ચૂકેલા મહુધા કોન્સ્ટેબલ શ્રી શિતલ રાઠોડે પાવર લીફ્ટિંગ સ્પર્ધાની તૈયારી માટે ગાંધીનગર સ્થિત ડીજી ભવનની જીમમાં અઢી મહિના સખત ટ્રેનિંગ કરી હતી. આ સિવાય શિતલ રાઠોડ નિયમિત રીતે યોગાસન કરે છે અને વિવિધ પર્વતારોહણ કેમ્પમાં ટ્રેકિંગ પણ કર્યું છે. પોલીસ કર્મચારી તરીકે દેશની સેવા કરવાની સાથે સાથે રમત-ગમત ક્ષેત્રે પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને જિલ્લા તથા રાજ્યનું ગૌરવ બનવા બદલ શિતલબેનને અભિનંદન.


