તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
આગામી રામનવમી તહેવાર તથા રમજાન મહિના અનુસંધાને અને મોબ બ્લીચીંગ ના બનાવ બાબતે મહુધા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગ મહુધા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એચ.ચૌધરી નાઓના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ પ્રસંગે મહુધા પીએસઆઈ આઈ.ડી.વાધેલા , મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , મહુધા નગરપાલિકા માજી પ્રમુખ મહેશભાઈ પટેલ , મહુધા , મહુધા કસ્બા કમિટી પ્રમુખ બસીરભાઈ મલેક , કસ્બા કમીટીના સભ્યો સહિત મહુધા તાલુકા અને મહુધા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા


