Gujarat

મહુધા ભાજપ સંગઠન ની બુથ સશક્તિકરણ અભિયાન પ્રશિક્ષણ વર્ગની બેઠક યોજાઈ.

તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
નવ નિયુક્ત થયેલા મહુધા શહેર ભાજપ સંગઠનના પ્રભારી શ્રીમતી શીતલબેન ભટ્ટ ની મુખ્ય આગેવાનીમાં તેમજ મહુધા વિધાનસભાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓની ઉપસ્થિતિમાં મહુધા પટેલવાડી ખાતે બુથ સશક્તિકરણ અભિયાન પ્રશિક્ષણ વર્ગની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય સંજયસિંહ મહિડા , જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી , જિલ્લા ઉપપ્રમુખ નટુભાઈ સોઢા , જિલ્લા મંત્રી દિપકભાઈ મિસ્ત્રી , જિલ્લા કારોબારી અધ્યક્ષ જયંતિભાઈ સોઢા, મહુધા તાલુકા પ્રભારી શીતલબેન ભટ્ટ , મહુધા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ , મહુધા શહેર ભાજપ સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ , મહામંત્રી મધુભાઈ રબારી , મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી , મહુધા તાલુકા પ્રમુખના પ્રતિનિધિ રાયસિંગભાઈ પરમાર , મહેશભાઈ પટેલ તેમજ મંડળના કારોબારી સભ્યો , મહુધા નગરપાલિકા ના સદસ્યો , તમામ મોરચાઓના પ્રમુખ તથા મહામંત્રી ઓ , શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ ઓ , મહુધા શહેર મંડળના અને જિલ્લાના હોદ્દેદારો તથા મંડળના વરિષ્ઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

IMG-20230317-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *