તસ્વીર અહેવાલ : નિસાર શેખ,મહુધા
મહુધા શહેર મંડલ માં સરલ એપ ડાઉનલોડ કરવા માટે સોશિયલ મીડિયાની તેમજ મહુધા શહેર ભાજપા સંગઠનની બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા મહામંત્રી અમિતભાઈ ડાભી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી બેઠકમાં મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ, ઉપપ્રમુખ રશ્મિ કાન્ત શાહ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ, જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ વિધિબેન પટેલ, મહામંત્રી મધુભાઈ રબારી, મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી, જતીનભાઈ, શહેરના મહામંત્રીએ, મોરચાના પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યો તેમજ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.