ખેડા મહુધા
અહેવાલ : નિસાર શેખ મહુધા
શ્રીમતી સ્વયં પ્રભાબહેન શાહ હાઇસ્કૂલ મહુધા ખાતે મહુધા તાલુકા કક્ષાનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો. શાળામાં વિવિધ જગ્યાઓ પર પરીક્ષા પે ચર્ચા કાર્યક્ર્મમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નાઓનુ વિદ્યાર્થીઓ સાથેનો સીધો સંવાદ લાઈવ દર્શાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્યશ્રી,વિદ્યાર્થીઓ,શિક્ષક ગણ,મહુધા કેળવણી મંડળનાં મંત્રી મહેશભાઇ.પી.પટેલ,મહુધા તાલુકા ભાજપા સંગઠન પ્રમુખ નિલેશભાઈ પટેલ,મહામંત્રી રણજીતસિંહ સોઢા,મહામંત્રી નરસિંહ ભોજાણી,મહુધા શહેર ભાજપા સંગઠન પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહામંત્રી,ચકલાસી શહેર ભાજપા પ્રમુખ પ્રવિણભાઈ વાઘેલા તથા મહામંત્રી,રાયસીંગ ભાઈ વાઘેલા જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના પ્રતિનિધી તરીકે મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રુતિ બેન સોલંકી,કેમ્પસ ડાયરેકટર ડૉ.મહેશભાઈ.જી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આમંત્રિત મહેમાનો નું પુષ્પગુચ્છ અને શાલ થી શાળાના આચાર્ય એસ.એન.પંચાલ દ્વારા સ્વાગત કર્યું હતું.વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી એ કહ્યું હતું કે મુકત મને પરીક્ષા આપશો.તમારી પરીક્ષાઓની સાથે મારી પણ પરીક્ષા જ છે.સમયનું માઇક્રો આયોજન,કોઈ પણ શોર્ટ કટ નહિ,પરીક્ષામાં ચોરી પણ નહિ.ચોરીથી કદાચ પાસ થશો પણ જીંદગીની પરીક્ષામાં હારી જશો.એક ઉત્તમ શિક્ષકની ભૂમિકા કરતા તેમણે સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્કનું ઉદાહરણ સમજ આપી હતી.દરેક વિદ્યાર્થીએ એક્ઝામ વોરિયર્સ તરીકેનાં શપથ લીધા હતા.કાર્યક્રમના અંતે નિલેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક ઉદ્બોધન કરી જરૂરી માર્ગદર્શન આપી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો.


