મહેસાણા
હાલોલ ડેપોમાંથી નીકળેલ સરકારી બસ પાવાગઢથી થરાદ ડેપો જતી હતી એ દરમિયાન મહેસાણાના મંડાલી ગામ પાસે આવતા સરકારી બસમાં ચેકિંગ આવતા બસ ઉભી હતી. એ દરમિયાન પાછળ થી એક ટ્રક ચાલકે બસને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. મહેસાણા અમદાવાદ હાઇવે પર દિવસેને દિવસે માર્ગ અકસ્માતની ઘટનાઓ બની રહી છે.ત્યારે વધુ એક અકસ્માતની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.હાલોલ ડેપોમાંથી જીજે૧૮ઝેડ૩૧૧૯ નંબરની સરકારી બસ પેસેન્જર ભરી હાલોલ પાવાગઢ થઈ થરાદ ડેપોમાં જવાનું હતું. એ દરમિયાન અમદાવાદ એસ.ટી.ડેપો ખાતે આવી ત્યાંથી થરાદ ડેપો જવા રવાના થઈ ત્યારે મહેસાણા અમદાવાદ હાઇવે પર આવેલ મંડાલી ગામ પાસે સોમેશ્વર ઇન્ડસ્ટ્રીઝ પાર્ક પાસે પહોંચતા એસ.ટી ખાતાની લાઈન ચેકિંગ બોલરો આવતા બસ સાઈડમાં કરાવી હતી. બાદમાં ચેકિંગ ચાલી રહ્યું હતું એ દરમિયાન બસની પાછળથી એક ટ્રકે ટક્કર મારતા બસમાં બેસેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી.બાદમાં તપાસ કરતા જીજે૧૮એઈ૯૬૧૩ ટ્રકના ડ્રાઇવર ટક્કર મારી હતી અકસ્માત માં બસને ૩૦ હજાર રૂપિયાનું નુકસાન જતા ડ્રાઇવર લાઘણાજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.


