મહેસાણા
મહેસાણા નજીક આવેલા લીંચ ગામમાં પાન પાર્લરની આડમાં ચાઇનીઝ દોરીનો વેપાર કરતો શખ્સ લાઘણજ પોલીસના હાથે ઝડપાઇ જતા પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે યુવક પાસેથી કુલ ૧૮૦ ચાઇનીઝ દોરીના રીલ ઝપ્ત કરી યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે. મહેસાણા જિલ્લામાં ઉતરાયણ ના તહેવારો અગાઉ જ પોલીસે ચાઇનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે.ત્યારે હાલમા અનેક સ્થળે પોલીસ રેડ મારી ચાઇનીઝ દોરી ઝડપી રહી છે.મહેસાણા ના લીંચ ગામે રહેતો રાવળ પંકજ ભાઈ પોતાની પાન પાર્લર ની દુકાનમાં ગેરકાયદેસર ચાઇનીઝ દોરીનો વેપાર કરતો હોવાની બાતમી લાઘણજ પોલીસ મથક ના પી.એસ.આઈ એસ.બી.ઝાલા ને મળતા પોલીસે રેડ મારી દુકાન માં દોરી વેંચતા ઇસમને ઝડપી લીધો હતો.સમગ્ર મામલે તપાસ દરમિયાન પોલીસે ૧૮૦ દોરીના રીલ મળી કુલ ૫૫ હજાર નો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ આદરી છે.


