Gujarat

મહેસાણામાં આરોગ્ય તંત્રએ યુદ્ધના ધોરણે આભા કાર્ડની કામગીરી શરૂ કરી દેવાઈ

મહેસાણા
મહેસાણા સહિત સમગ્ર ગુજરાતમાં વસતા નાગરિકોની મેડિકલ હિસ્ટ્રી સેવ કરી શકાય અને તેનું યોગ્ય નિદાન કરી શકાય એ દરમિયાન એક ક્લિકથી વ્યક્તિના મેડિકલને લગતી વિગતો મળી રહે એ માટે સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ આભા કાર્ડ એટલે કે આયુષ્યમાંન ભારત હેલ્થ એકાઉન્ટ પ્રોજેકટ અંતર્ગત મહેસાણા જિલ્લામાં આરોગ્ય તંત્રે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. જેમાં ઘરે ઘરે જઇ વર્ષ દરમિયાન ૬.૫૦ લાખથી વધુના આભા કાર્ડ જનરેટ કરવામાં સફળતા મેળવી છે. જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિ બીમાર પડે એ દરમિયાન તેના રોગનું નિદાન અને સારવારમાં તેની મેડિકલ હિસ્ટ્રી ખૂબ જ ઉપયોગી બને છે. જેથી દર્દીઓ સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે જાય ત્યારે નિદાન સારવારના રિપોર્ટ સહિતની જૂની ફાઈલો સાથે લઇ ને જતા હોય છે જાેકે આરોગ્ય વિભાગે શરૂ કરેલા આભા પ્રોજેક્ટ અંતર્ગત દરેક વ્યક્તિનું આભા કાર્ડ જનરેટ કરવામાં આવશે અને ત્યારબાદ સરકારી ગાઈડલાઈન મુજબ દરેક જનરલ અને બીમારીને લગતી માહિતી અપલોડ કરી આભા આઇડીથી તેની સ્ટોરેજ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં ૬૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ૧૦૦૦ જેટલા કર્મચારીઓએ ઝુંબેશ રૂપ આ પ્રોજેક્ટની કામગીરી પુરી કરી રહ્યા છે. જેમાં વર્ષ દરમિયાન કુલ ૬.૫૦ લાખથી વધુ નાગરિકોના આભા કાર્ડ જનરેટ કરી દેવામાં આવ્યાં છે.

Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *