Gujarat

મહેસાણામાં મુસાફરોથી ભરેલી બસ પલટી મારતાં અફરાતફરી, મહિલા અને બાળકનું મોત

મહેસાણા
મહેસાણામાં લક્ઝરી બસને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. મહેસાણાના નંદાસણ નજીક લક્ઝરી બસ પલટી મારી જતાં અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે ૬ જેટલા લોકોને ગંભીર ઇજા પહોંચી છે. લક્ઝરી બસ સુરતથી જાેધપુર જઇ રહી હતી ત્યારે નંદાસણ નજીક અકસ્માત સર્જાયો હતો. ૧૮થી ૨૦ પેસેન્જરને લઇને સુરતથી જાેધપુર જઇ રહેલી લક્ઝરી બસને નડ્યો અકસ્માત. બસ પલટી મારી જતાં એક મહિલા અને એક બાળકનું મોત નિપજ્યું છે. અકસ્માતની આ ઘટનામાં ૫થી ૬ લોકોને ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં બાદ ત્રણ ક્રેઇનની મદદથી પલટી ગયેલી લક્ઝરીને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.gu

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *