Gujarat

મહેસાણામાં સેલ્ફી લેતા પગ લપસી ગયો, સાબરમતી નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત

મહેસાણા
આજકાલના સોશિયલ મીડિયાના જમાનામાં રીલ્સ અને સેલ્ફીનો ક્રેઝ ખુબ વધી ગયો છે. લોકો સેલ્ફી લેવા માટે પોતાનો જીવ પણ જાેખમમાં મૂકી દેતા હોય છે. ઘણીવાર કોઈક એવી જગ્યાએ સેલ્ફી લેવી ભારે પડતી હોય છે. આવી એક ઘટના મહેસાણા જિલ્લામાં સામે આવી છે. જ્યાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મહેસાણા જિલ્લાના વિજાપુરના આગલોડ ગામે ચાંદલા વિધિનો પ્રસંગ હોવાથી અમદાવાદથી બે યુવકો ત્યાં પહોંચ્યા હતા. આ દરમિયાન બંને યુવકો ત્યાં આવેલી સાબરમતી નદીમાં પહોંચ્યા હતા. સાબરમતી નદીમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બંને યુવકો ડૂબી ગયા હતા. નદીમાં પગ પલસી જતાં બંને ડૂબી ગયા હતા. ડૂબી જવાને કારણે બંને યુવકોના મોત થયા છે. અમદાવાદથી આગલોડ ગામે પ્રસંગમાં હાજરી આપવા પહોંચેલા બંને યુવકો નદીમાં પહોંચ્યા હતા. ત્યાં સેલ્ફી લેવા જતાં પગ લપસી ગયો હતો. એક યુવક નદીમાં ડૂબી જતાં બીજાે યુવક તેને બચાવવા જતાં ડૂબી ગયો હતો. ડૂબી જવાને કારણે બંનેના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરની ટીમ પહોંચી હતી. ફાયરના જવાનોએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. પોલીસે બંને યુવકોના મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *