Gujarat

મહેસાણા ટોલ પ્લાઝા ખાતે કન્ટેનરમાંથી ૧ કરોડની કિંમતનો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો

મહેસાણા
ગુજરાતમાંથી ૧ કરોડની કિંમતનો ૪,૪૩૩ કિલો પોશ ડોડાનો જથ્થો ઝડપાયો છે.સેન્ટ્રલ બ્યુરો ઑફ નાર્કોટિક્સ મધ્યપ્રદેશ એકમે ગુજરાતમાં મહેસાણા ટોલ પ્લાઝા ખાતે કન્ટેનર ટ્રકમાં બિસ્કિટ બ્રાન્ડના બોક્સ પાછળ છુપાવેલી ૨૦૬ પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરાયેલ ૪,૪૩૩.૪૫ કિલો પોશના ડોડાનો જથ્થો જપ્ત કર્યો છે. પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, આની બજાર કિંમત લગભગ એક કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. અધિકારીએ જણાવ્યું હતું કે માદક દ્રવ્યોના જપ્તીના સંબંધમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં રાજસ્થાનના રજીસ્ટ્રેશન નંબર સાથેનો કન્ટેનર ટ્રક ઝારખંડથી રાજસ્થાન થઈને ગુજરાતમાં ખસખસનો જંગી જથ્થો લઈ જઈ રહ્યો હોવાના ચોક્કસ ઈન્ટેલિજન્સ ઈનપુટને પગલે, મધ્યપ્રદેશના મંદસૌર અને નીમચના સીબીએન અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી અને ૨૮ મેના રોજ તેને ટ્રેક કરવા માટે મોકલવામાં આવી હતી. ડેપ્યુટી નાર્કોટિક્સ કમિશનર ડૉ. સંજય કુમાર મીનાએ પીટીઆઈને જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે શંકાસ્પદ માર્ગ પર કડક દેખરેખ રાખવામાં આવી હતી અને ઝ્રમ્દ્ગ અધિકારીઓ દ્વારા વાહનની સફળ ઓળખ પછી ટ્રકને ગુજરાતમાં મહેસાણા ટોલ પ્લાઝા પર અટકાવવામાં આવી હતી.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *