Gujarat

માઁ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કારકિર્દી માર્ગદર્શન સોનગઢ ગુરુકુળ વિવિધલક્ષી હાઇસ્કુલ ખાતે યોજાયેલ 

માઁ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા કારકિર્દી માર્ગદર્શન સોનગઢ ગુરુકુળ વિવિધલક્ષી હાઇસ્કુલ ખાતે યોજાયેલ 

ભાવનગર માઁ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા તા. 20/2/23ના રોજ કારકિર્દી માર્ગદર્શન નું આયોજન સોનગઢ ગુરુકુળ વિવિધલક્ષી હાઇસ્કુલ ખાતે યોજાયેલ જેમાં હિતેશભાઈ મકવાણા, વિરાટભાઈ જાની અને ઉર્વશીબેન દેસાઈ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડેલ જેમાં વિદ્યાર્થિની સાયકોમેટ્રિક ટેસ્ટ લીધી જે વિદ્યાર્થિની ક્ષમતા ચકાસણી અને પોતાની જાતને જાણવામાં ખૂબ ઉપયોગી રહી આમ ખૂબ જ તલસ્પર્શી માર્ગદર્શન બધા જ મહેમાનોએ વિદ્યાર્થીઓને પૂરું પાડેલ અને વિદ્યાર્થીઓને પણ પોતે ક્યાં ક્ષેત્રમાં આગળ વધી શકે તેની માહિતી જાણવા મળેલ આ કાર્યક્રમમાં સંસ્થાના મુખ્યાધિષ્ઠાતા શ્રી ડૉ જયદીપસિંહ બી.ચૌહાણ ના માર્ગદર્શન માં શાળાના આચાર્ય શ્રી જગમાલભાઈ ભાદરકા ગુરુજી હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરેલ આભારવિધિ શુકલભાઈ ગુરુજીએ કરેલ

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *