સુરત
સુરત માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરીનું નિધન થયું છે. વિગતો મુજબ વહેલી સવારે હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું છે. નોંધનીય છે કે, રમણભાઈ ચૌધરી કોંગ્રેસના સક્રિય નેતા હતા. માંગરોળનાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ચૌધરીનું હાલમાં જ સુરત ખાતે પથરીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જે બાદમાં તેઓ કીમની એક ખાનગી હોસ્પિટલમાં આરામ માટે રોકાયા હતા. જાેકે વહેલી સવારે તેમને હાર્ટએટેક આવતા તેમનું નિધન થયું હતું. રમણભાઈ ચૌધરીના રાજકીય ઈતિહાસ પર નજર નાખીએ તો તેઓ રાજપા અને ભાજપમાં ચૂંટાયા હતા, ત્યાર બાદ તેઓ કોંગ્રેસોમાં જાેડાયા હતા. વર્ષ ૨૦૦૭માં તેઓ ચૂંટણીમાં ઉભા રહ્ય હતા પરંતુ તેઓ તે ચૂંટણી હારી ગયા હતા. ઉલ્લેખનીય છે કે તેઓ પંચાયત મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. સાથે સાથે તેઓ બે ટર્મ ધારાસભ્ય તરીકે પણ રહ્યા હતા. તેઓ કોંગ્રેસ પક્ષના સક્રિય નેતા હતા.
