Gujarat

માંગરોળને અન્ય ગામ અને શહેર સાથે જોડતા રસ્તાઓના કાંઠે વૃક્ષોમાં અવારનવાર લાગતી ભેદી આગ સંબંધે સંજીવની નેચર ફાઉન્ડેશન તથા પયાઁવરણ પ્રેમી દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ 

 જુનાગઢ જીલ્લાના માંગરોળને કેશોદ, પોરબંદર, વેરાવળ તેમજ જુથળને જોડતા માર્ગો પર વર્ષો જુના વૃક્ષો આવેલા છે. રાજા રજવાડાના સમયમાં અને ત્યારબાદ વટેમાર્ગુઓને છાંયડો, વિસામો કે પર્યાવરણના શુધ્ધિકરણના શુભ આશય સાથે વાવવામાં આવેલા વૃક્ષો આજે ઘેઘુર બની ગયા છે. જે અસંખ્ય પક્ષીઓ માટે આશરો બન્યા છે. તો વાહનચાલકો માટે ઉનાળાના બળબળતા તાપમાં શિતળ છાંયડો પુરો પાડી રહ્યા છે. બીજી તરફ પર્યાવરણ માટે પણ ઘણા લાભદાયી છે.
      પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ માર્ગો પર ખાસ કરીને માંગરોળ – જુથળ વાયા કોટડા તેમજ માંગરોળ – કેશોદ રોડ પર અવારનવાર મહાકાય વૃક્ષોમાં એકાએક  આગ લાગતી હોવાના અનેક બનાવો બન્યા છે. ઘેઘુર વૃક્ષોમાં આગ લાગ્યાની જાણ થતાં જ પ્રકૃતિપ્રેમી યુવાનોની ટીમ દોડી આવે છે અને તેને ઠારવા શક્ય તમામ પ્રયાસો કરે છે. આગ બૂઝાવવા ફાયર ફાઈટરની પણ‌ મદદ લેવામાં આવે છે. તેમ છતાં અત્યાર સુધીમાં અનેક વૃક્ષો આગમાં ખાક થઈ ગયા છે‌ તેમજ અર્ધ બળી ગયેલા વૃક્ષો ધીમે ધીમે નાશ પામી રહ્યા છે.
     આ ઘટાદાર વૃક્ષો આયોજનપૂર્વક સળગાવાતા હોવાની શંકા છે. આ અંગે અગાઉ સરકારના સંબંધિત વિભાગોને અમોએ રજૂઆત કરેલી છે. ત્યારે પેશકદમીના ઈરાદે રસ્તાની બંને સાઈડ આવા વૃક્ષોની આસપાસ કરવામાં આવતા ઉકરડા કે જેમાં આકસ્મિક કે આયોજનબદ્ધ રીતે લાગતી આગથી વૃક્ષોનો સફાયો થઈ રહ્યો છે. તે કચરો, ઉકરડાના ઢગલા નિયમિત રીતે દુર કરવામાં આવે તો આ સમસ્યાનું મહદઅંશે નિરાકરણ થાય તેવું અમારું માનવું છે. તો આ સફાઈ બાબતે ઘટતું કરવા તેમજ વૃક્ષોમાં આગ લાગવાની ઘટનામાં તપાસ કરી, જવાબદારો સામે કાર્યવાહી કરવા અમારી આવેદનપત્ર મા જણાવવા મા આવેલ,,
રિપોર્ટર,, વિનુભાઇ મેસવાણીયા માંગરોલ,,

IMG-20230414-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *