માંગરોળર 8 જુન વિક્ષ્વ મહાસાગર દિવસ નિમિતે માંગરોળબંદર ખાતે શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી તેમજ NETFISH-MPEDA ના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. કાર્યક્રમ ઉજવણી નો મુખ્ય ઉદેશ સાગર નુ મહત્વ અને જલવાયુ પરિવર્તન થી થનારી મુખ્ય ચુનોતીઓ પ્રત્યે જાગૃતિ લાવવાનુ હતુ.કાર્યક્રમ મા ઉપસ્થિત આગેવાનો એ જણાવ્યુ કે..
” સાગર.. જે આપણને શિખવિડે છે ગંભીરતા,મર્યાદા,સામર્થ્ય અને સ્થિરતા…
સાગર.. જેટલો જ ગહેરો છે તેટલો જ શાંત… પરંતુ મનુષ્યે પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિનો એટલો ઉપયોગ કર્યો કે આજે સમુદ્ર અને તેમા રહેલ દરિયાઈ પ્રજાતિઓ ને પ્રભાવિત કરી છે.
સાગર પર્યાવરણીય સંતુલામા પણ મહત્વપૂર્ણ ભુમીકા ભજવે છે. આજે સમુદ્રી સંસાધનો નો આદેધર ઉપયોગ તેમજ સમુદ્રી પ્રદુષણ અને પ્લાસ્ટિક વેસ્ટ એ મુખ્ય સમસ્યા છે. એક અંદાજ મુજબ દર વર્ષ 80 લાખ ટન પ્લાસ્ટિક સમુદ્ર મા પહોચે છે. આ પ્લાસ્ટિક દરિયાઈ જીવસૃષ્ટિ ને ખુબ જ મોટુ નુકસાન પહોંચાડે છે.પ્લાસ્ટિક થી માછલીના રહેઠાણ બંધ થયા છે અને કાચબા,વ્હેલ, ડોલ્ફિન જેવી દરિયાઈ સસ્તન પ્રજાતિઓ પ્લાસ્ટિક ને ખોરાક સમજી ખાઈ જવા થી મૃત્યુ પામે છે. માટે સમય રહેતા આપણે કુદરતી સંસાધનો પ્રત્યે જાગૃતિ ન લાવી તો પ્રકૃતિ કદાચ આપણ ને બીજો મોકો પણ ન આપે. આ કાર્યક્રમ મા શ્રી મહાવીર મચ્છીમાર સહકારી મંડળી ના પ્રમુખ શ્રીદામોદરભાઈ ચામુડીયા, હોડી એશોસીએસન ના પ્રમુખ શ્રીજીતેશભાઈ ખોરાવા, શ્રી માધાભાઈ ભદ્રેસા તેમજ બહોળી સખ્યા મા માછીમાર ભાઈઓ એ હાજરી આપેલી..
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ


