જૂનાગઢ જિલ્લાના માંગરોળ એસટી ડેપો ખાતે સાગર મેમોરિયલ ટ્રસ્ટના ઉપક્રમે ઓલ પેઇન્ટિંગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
ચાર દિવસ ચાલેલી આ સ્પર્ધામાં જિલ્લાભરમાંથી ભાગ લીધો હતો.
જે અંતર્ગત આ ઓલ પેન્ટિંગ સ્પર્ધાનું આજરોજ પરિણામ જાહેર થયું હતું.
જેમાં પ્રથમ નંબરે ડીપલ પરમાર બીજા નંબરે ગોહિલ સુભાષ અને રુત્વા ત્રિવેદી, ત્રીજા નંબરે મનસુખ વાઘેલા અને ચોથા ક્રમે સાક્ષી ડોડીયા અને વૈશ્વી જોરા રહ્યા હતા.
તમામ ભાગ લેનાર સ્પર્ધકોને ઉપસ્થિત મહેમાનોના હસ્તે મોમેન્ટો અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સાગર મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ ડો. આઈ જી પુરોહિત સાહેબ, ડો. ભાવનાબેન પુરોહિત ડેપો મેનેજર મગરા સાહેબ, શારદા ગ્રામ સંકુલના ભાવિન ભટ્ટ સાહેબ, નગર સ્વર રમેશભાઈ જોશી, ટ્રાફિક આ કંટ્રોલર મોરી સાહેબએ હાજરી આપી હતી.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રેહાના કાજી અને ડેપો સ્ટાફે જાહેમત ઉઠાવી હતી,,,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોળ